Questions & Answers
નહિ, પાટીદાર સગાઈમાં જોડાવા માટે કોઈ ફી નથી, અને કોઈ પણ જાતનો તમારી પાસેથી ચાર્જ લેવામાં આવતો નથી. માત્ર સેવાના ઉદેશથી આ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે.
નહિ, અમારી એપ અને વેબસાઈટ પર બધીજ પ્રિમિયમ સુવિધાઓ બિલકુલ ફ્રી છે. અને કોઈ મેમ્બરશીપ કે પ્રિમિયમ પ્લાન માટે ફી લેવામાં આવતી નથી. જેથી જો કોઈ પાટીદાર સગાઈ ના નામથી નોંધણી ફી કે કોઈ પ્રિમિયમ પ્લાન માટે ચાર્જની માંગણી કરે છે તો સાવધાન રહેવું અને સપોર્ટ ટિમ નો સંપર્ક કરવો.
ના, અમારી બીજી કોઈ વેબસાઈટ કે એપ નથી. ગુજરાતના પટેલ સમાજના યુવક/યુવતીઓની ફ્રીમાં લગ્નવિષયક નોંધણી માટે આ એકમાત્ર વેબસાઇટ www.patidarsagai.com છે અને મોબાઇલ એપ "Patidar Sagai" ના નામથી કાર્યરત છે. બીજા કોઈ ભળતા નામથી છેતરાવું નહિ કે કોઈ પ્રીમિયમ સુવિધાઓની લાલચમાં ફસાવું નહિ.
હા, તમે તમારા મોબાઇલ નંબરની પ્રાઇવસી (ગોપનીયતા) સેટ કરી શકો છો. ખાસ કરીને છોકરી વાળા પક્ષને વારેઘડીયે આવતા કોલ્સ કે મેસેજના બધાને જવાબ આપવામાં પરેશાની થતી હોય છે. આના સમાધાન માટે અમારું પ્રાઇવસી સેટિંગ્સ તમને મદદ કરે છે. તમારો મોબાઈલ નંબર તમારી કનેક્ટની પરવાનગી વિના કોઈ જોઈ શકતું નથી.
ગુજરાતી પાટીદાર સમાજના કોઈપણ લગ્નલાયક યુવક કે યુવતી આ એપ કે વેબસાઈટ પર પોતાની સાચી વિગત આપીને રજીસ્ટ્રેશન કરી શકે છે. આ પોર્ટલ પર માત્ર ગુજરાતી કડવા પટેલ કે લેઉવા પટેલ, ગુજરાતમાં વસવાટ કરતા હોય કે વિદેશ માં પણ જેમનું મૂળ વતન ગુજરાત હોય તેવા પાટીદાર સભ્યો જ રજીસ્ટ્રેશન કરી શકશે.
રજીસ્ટ્રેશન કરવા એપ કે વેબસાઈટ પર મોબાઈલ નંબર,ઇમેઇલ થી નવું એકાઉન્ટ બનાવી પોતાની પ્રોફાઈલ સાચી વિગત અને ફોટો સાથે સબમિટ કરવાની રેહેશે. એડમીન દ્વારા તમારી પ્રોફાઈલની ચકાસણી કર્યા પછી એપ્રુવલ મળશે.
મેચ લિસ્ટમાં તમે યુવક/યુવતીઓની પ્રોફાઈલ જોઈ શકો છો. તમને સમકક્ષ લાગતી પ્રોફાઈલ પર ક્લિક કરી વધુ માહિતી અને ફોટો જોઈ શકો છો. મોબાઈલ નંબર જોવા તમારે કન્નેક્ટ રિકવેસ્ટ મોકલવાની રહેશે, જો સામેવાળી વ્યક્તિ તમારી રિકવેસ્ટ સ્વીકાર કરે છે તો વાલીનો મોબાઈલ નંબર પણ જોઈ શકો છો.
હા, બિલકુલ સુરક્ષિત છે, વધુ માહિતી માટે અમારી પ્રાઇવસી પોલિસી ચેક કરી શકો છો.